પુરવઠા વિભાગે જાહેર કરી નવી ગાઇડલાઇન
● 40% થી વધુ વિકલાંગ દિવ્યાંગોને રેશનકાર્ડ પર અનાજ સહાય અપાશે
●તા,17/06/2016 રાજકોટ
નવી રેશનીંગ વિતરણ વ્યવસ્થા જાહેર કરી અંત્યોદય યોજના તેમજ નેશનલ ફુડ સિક્યુરીટી એકટ લાગુ કરી અને તેના અન્વયે જાહેર કરાતી અગ્રતાયાદી સાથે વિકલાંગોને પણ ખાસ રેશનીગ સહાય જાહેર કરાઇ છે.પુરવઠા વિભાગ ધ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા પ્રમાણે 40% ટકાથી વધારે કોઇ પણ પ્રકારની વિકલાંગતા હોય તો તેને માટે ખાસ અનાજ સહાય રેશનકાર્ડ ઉપર વિતરીત કરનાર છે.જે રીતે અંત્યોદય યોજનામાં વધારાનું અનાજ રાહતદરે આપવામાં આવે છે તે રીતે વિકલાંગોને પુરુ પાડવામાં આવશે.આ માટે અસ્થી વિષયક,માનસિક પડકારીતા, દ્રષ્ટિ વિષયક,મૂક બધીર સેરેબલ પાલ્સી વિગેરે પ્રકારની વિકલાંગતા ધરાવનારાઓને અંત્યોદય યોજનાનું રેશનકાર્ડ કાઢી આપવાનું રહેશે.આ બાબતે જે રીતે અંત્યોદયને અનાજ સહાય પુરી પાડવામાં આવે છે તે પ્રમાણે તે ભાવથી અનાજ આપવાનું રહેશે.ઘઉં,ચોખા,ખાંડ જે કોઇ સહાય જાહેર કરવામાં આવે તેનો લાભ મળી શકશે.
● બિલ પેટે રકમ નહિ વસુલી શકાય
ઇ-એફપીએસ દૂકાનોમાં અંત્યોદય, બી.પી.એલ કે અગ્રતાયાદીમાં નામ ધરાવનારા પરિવારો પાસેથી ઓન લાઇન બિલ કાઢવાનો કોઇ ચાર્જ હવે પછી વસુલી નહિ શકાય.સરકારે એક ક્વિન્ટલ અનાજ વિતરણ સામે રુ.17ની ચૂકવણી જાહેર કરી છે.આ રકમમાંથી દુકાનદારે કોમ્પ્યુટર, લેપટોપ,પ્રિન્ટર ડિવાઇસ અને સ્ટેશનરીનો ખર્ચ કાઢવાનો રહેશે.
No comments:
Post a Comment