Google

Saturday, May 21, 2016

 દિવ્યાંગ વ્યક્તિ કોઈપણ જિલ્લા કે રાજ્યમાં જશે તો 
ત્યાં નવું સ્થાનિક પ્રમાણપત્ર કે ઓળખપત્ર લેવાની જરૂર નહીં રહે.
કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન કૃષ્ણપાલ ગુર્જરે શનિવારે વડાપ્રધાને શરૂ કરેલા 'સુગમ્ય ભારત અભિયાન' અંતર્ગત એક વર્કશોપના ઉદ્ઘાટન સમારંભમાં જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, દેશમાં વિકલાંગોને પડતી મુશ્કેલી નિવારવા કેન્દ્ર સરકારે હવે દેશના તમામ દિવ્યાંગોને યુનિવર્સલ આઈડી આપવાનું નક્કી કર્યું છે.
દેશના અગિયાર રાજ્યોમાં પહેલા પ્રકારના આઈડી ઈશ્યુ થશે. જેનો ગુજરાતથી આરંભ થશે. કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન થાવરચંદ ગેહલોત, મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રમણલાલ વોરા પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.





Paper cutting of 22nd May 2016 - D
ivya Bhaskar

loading...

No comments:

Post a Comment