રાજયમાં વિકલાંગ કપલને લગ્ન માટે સરકાર રુ.એક લાખ આપશે
અત્યાર સુધી કોઇ એક પાત્રને 20 હજાર મળતા હતા
ગુજરાતમાં વિકલાંગ કપલ પૈકી એક વ્યકિતને જ અત્યાર સુધી 20 હજારની આર્થિક સહાય આપવામાં આવતી હતી.જોકે રાજય સરકારે હવે કોઈ એકનેજ સહાય આપવાની મર્યાદા દૂર કરી યુગલદીઠ બંને વ્યક્તિને આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે.એટલું જ નહિ પરંતુ સહાયની રકમ 20 હજારને બદલે 50 હજાર કરવામાં આવી છે. આમ વિકલાંગ કપલદીઠ સરકાર હવે એક લાખ રુપિયા ચૂકવશે .
રાજયના સામાજીક ન્યાય અને અધિકારિકતા વિભાગે વિકલાંગ (દિવ્યાંગ) કલ્યાણ યોજનાઓમાં આવક મર્યાદા દૂર કરવા તદુપરાંત સહાયની રકમમાં વધારો કરતો નિર્ણય લીધો છે. જેમાં વિકલાંગ સાધન સહાય યોજના. વિકલાંગથી વિકલાંગ અને સામાન્ય વ્યક્તિથી વિકલાંગ લગ્ન સહાય યોજના અને પોલિયોના દર્દી માટે શસ્ત્રક્રિયા અને તે પછીના કાર્યક્રમની યોજના સામેલ કરી છે. ત્રણેય યોજનામાં આવક મર્યાદા પણ દૂર કરાઇ છે.
રાજય સરકારના નિર્ણય મુજબ હવે વિકલાંગ વ્યક્તિ લગ્ન કરે તો 20 હજારને બદલે 50 હજાર સહાય અપાશે. હવે યુગલ દીઠ કોઇ એકને નહી બલ્કે બંન્નેને સહાય મળશે. આમ કપલે એક લાખ સહાય અપાશે. અલબત્ત બેમાંથી જો કોઇ એક પાત્ર સામાન્ય વ્યક્તિ હોય તો વિકલાંગ વ્યક્તિને જ 50 હજાર ની સહાય મળશે .
જયારે વિકલાંગ સાધન સહાય યોજનામાં પણ વયમર્યાદા દૂર કરી સહાયની રકમ 6 હજારથી વધારી 10 હજાર કરવામાં આવી છે. આ ઉપરાંત પોલિયોના દર્દી માટે શસ્ત્રક્રિયા અને તે પછીના કાર્યક્રમની યોજનામાં ઓપરેશન વગેરે પેટે 3500 ની સહાયની મર્યાદા હતી . તેને બદલે હવે 10 હજાર રુપિયા કરવામાં આવી છે .
વિકલાંગોની સંખ્યા 10.92 લાખ
ગુજરાતમાં વિકલાંગોની કુલ સંખ્યા આશરે 11 લાખ જેટલી પહોચી છે. પૈકી સૌથી ઓછા 7,854 વિકલાંગ નર્મદા જિલ્લામાં છે. જયારે અમદાવાદ શહેરમાં સૌથી વધુ વિકલાંગોની સંખ્યા 2.06 લાખ છે .વડોદરામાં 85,797 , સુરતમાં 71,903 રાજકોટમાં 59,388 છે ,
No comments:
Post a Comment